કેતેક હી મોડી થઈ ને કેતેક વહેલી જિંધગી.
જીવધે જો આવડે ત જાહોજલાલી જિંધગી,
જીવધે ન આવડે ત નકામી જિંધગી.
હદય મે અઈ ઓધવરામ ને આઉ કેતેક શોધીયા વેઠો,
કોય સમજે ન શક્યો કેડી નાસમજ આય જિંધગી.
હેતરે હી બ્હાવરી અખીયું નેરીયે ચારેકોરા,
કીકીયું અઈ પાંજી ભૂલી પડેલી જિંધગી.
માડુએ જા ટોળાં કિનારે તે હજી વધધા વેનેતા,
સૂર્ય સમજીને નેરીયે તા અધધ ડૂબેલી જિંધગી.
આવડે, ત લજ ને, મેથી તોકે મેલધો ઘણે,
અઈ ઘણે જન્મેથી હી ત ગોઠવેલી જિંધગી.
હેટલે હી પાંપણ મીંચાઈ વ્યા ‘ધ્રુવ’ તણા,
હથતાળી ડઈ વેંધી હી ભચાયલી જિંધગી.