Kutchi Maadu Rotating Header Image

Posts on ‘August 20th, 2012’

અંધરજી આખાણી

શ્રી ગણેશાય નમ:
અંધરજી આખાણી-પ્યા સૂણો. (વિમાન) ૧૮.૮.૧૨
કચ્છી ભાવરેંકે જય ક્ચ્છ.પ્રિન્ટ ક ઈલેક્ટ્રોનિક મિડીયામેં, ઘણે વાર એડા અધકચ્ચરા ક મોડે તોડેને દેલા સમાચાર અચીંધા હુએંતા ક અંધરજી આખાણી ભરાભર ન સમજે ત માડુ રવાડે ચડી પે. એડા હ્કડા સમાચાર ગઈકાલ (૧૭-૮-૨૦૧૨)જે કચ્છમિત્રમેં વાંચ્યા.
સમાચારજો મથાળો: “ઓકટોબરથી ભુજ-મસ્કત વિમાની સેવા”
મસ્કતમેં વસધલ કચ્છીએં લાય હી સમાચાર જરૂર આનંદજા અઈંએં. તેંલાય ઓમાનજે
કચ્છીએંકે ઘણી ઘણી વધામણી.પણ, ઈન પુઠીઆં અંધરજી આખાણી ઈ આય ક સમાચારજી રજુઆત અધકચ્ચરી આય,
કારણકે,
૧. ભુજ-મસ્કતજી ઈ ડાયરેક્ટ ફલાઈટ નાય. મસ્કતનું ત ફ્લાઈટ મુંભઈજી આય.

૨. જેટવારે ખાલી સવારજી ૭.૧૫જી ભુજ લાય નઈં ફ્લાઈટ ઓક્ટોબરથી ચાલુ કરેને
સગવડ વધારેં ને જેંથી મુંબઈમેં મુસાફરેંજો વધુ ટાઈમ ખોટી ન થીએ.
મસ્કતવારેં કે હાલ મુંભઈમેં એરપોર્ટતે ભુજજી ફલાઈટ લાય ૯ થી ૧૧ કલાકજી
વાટ નેરણી પે તી. અને ઓકટોબર વટાં નઈં ફ્લાઈટ પોય ખાલી ૩-૪ કલાક જ
વાટ નેરેજી ર઼ઈ. ને હાલાકી ઘટઈ.

ખાસ ત ઈ સગવડ પ થઈ ક ભુજકે સવારજી નઈં ફ્લાઈટ મ઼લઈ અને વિરાંઢજી
ફ્લાઈટ હલધે કેન્સલ થે સેં મુસાફર અવારનવાર રૂલી પોંધા હુઆ ઈ તકલીફ
ઘટઈ. ભુજ ક મુંભઈમેં થોડેં કલાકેં લાય કમ હુએ ત હ્કડે દિં મેં પતાઈ માડુ
પાછો વરી સગે એડી સગવડ પણ જરૂર વધઈ.

(more…)

कच्छी गजियो सिकागोमे