Kutchi Maadu Rotating Header Image

Posts on ‘August 25th, 2012’

છાભાશ મડઈકે

હરિ ૐ
છાભાશ મડઈકે
“કચ્છી માડુ”જે ૨૦.૦૮-૧૨ જે અંકમેં ’અંધરજી આખાણી વાંચીને ઓમાન વારા મડઈજા શ્રી ચંદ્રકાંત ચોથાણી જુકો ભુજ કે આંતરરાષ્ટ્રીય એરર્પોર્ટ અને ઓમન-ભુજ ડાયરેક્ટ ફલાઈટજી ચૂરફૂરજા (ચળવળ -movement, કચ્છીમેં ચૂરફૂર શ્બ્દ ભરાભર આય? નહોય ત બ્યો શબ્દ ચોજા અને તેસ તંઈં ચૂરફૂર કે ચળવળ જે અર્થમેં વાંચીજા) પ્રણેતા અને મુખ્ય સૂત્રધાર અઈં તેંજો મેલ આયો.
લેખકે ધાધ દિઈને ચ્યોં ક અસાં ઈ ચૂરફૂર ૧૦ વરેં ન પણ ૧૫ વરેંથી હલાઈયુંતા અને ઈનમેં બ્યા કેડે વડેં વડે કચ્છી માડુએં પણ તન, મન ધન અને સમય જો ભોગ દઈને સહકાર દિનો અઈંનો અને કેડેં કેડેં વડે રાજકારણીએકે વિચ્ચમેં રખીને કમ કઢાયજી અથક-અવિરત કોશિશ ક્યોં અઈંનો.

તેમેં થોડે વડાભાએં જા નાલા, અટલબિહારી વાજપેઈ, મનમોહન સિંઘ, પ્રફુલ્લ પટેલ, વયલાર રવિ, સલમાન ખુરશીદ, નરેન્દ્ર મોદી, કચ્છી માડુ દિનેશ ત્રિવેદિ, કચ્છજા જમાઈ સામ પિત્રોડા, સાંસદ પૂનમબેન જાટ. પુષ્પદાન ગઢવી, જયંતીભાઈ ભનુશાલી, વાસણભાઈ આહીર, રાજીવ પ્રતાપ રૂડ્ડી, જગદીશ ટાઈટલર વિ. રાજકારણી અઈંએં.૫૦૦૦ પંજ હજાર સહીઉં ભેરીયું કરેને આવેદન પત્ર સરકારકે દઈ ચુક્યા અઈંએં. જેમેં ઓમાનજી વડીઉં હસ્તીઉં, જેડા કર શેઠ શ્રી કનકસિંહ ખીમજી, (જેંકે હિકડેં કે ઓમાનજે રાજા ’શેખ’જી ઉચ્ચ પદવી દિને અઈંને, જેડી કર ઈંગ્લેન્ડમેં lord જેડી પદવી), શ્રી અનિલ ખીમજી, શ્રી કિરણ આશર,
શ્રી કૈલાશભાઈ શાહ,(મિડે મડઈજા સુપૂત્ર) ઓમાનમેં ભારતજા વખત વખતજા અવનવા રાજદૂત અને બ્યા ગચ. ઈની મિણી કેડા કેડા લો જા ચણા ચબ્યોં અઈંનો તેંજી વ્યથા ઈનીજો ધિલ જ બુઝેતો.

(more…)