Kutchi Maadu Rotating Header Image

Posts on ‘August 29th, 2012’

ક્યા ખોયા, ક્યા પાયા?

હરિ ૐ
ક્યા ખોયા, ક્યા પાયા?
કચ્છી ભાવરેંકે રામ રામ.
અઞ (૨૮.૦૮.૧૨) ટી.વી. તે હિકડે પ્રોગ્રામમેં વતાયોં તે ક પાં મોબાઈલ વાપરીયુંતા ઈન પુઠીયાં કેતરો રેડીએશન નિકરેતો અને આજુબાજુજી હવામેં ફેલાજેતો.. સાદી ભાષામેં રેડીએશન એતરે હિકડી જાતજા ગુઝા ઝેરી કિરણ જુકો દિસજેં ત નતા પણ વાતાવરણકે ઝેરી કરીએંતા.ઈન રેડીએશનજી અસર માડુએં તે, ચોપે ચેંડેં તે, પશુ પખિએં તે કેડી પે તી ઈન બાબત અસીં બિલ્કુલ સુજાગ નઈઉં. ઘણે જાતજાતજા પશુ પખિ ત દિસજેં જ ન તા. અમુક જાતું ત નાબૂદ જ થઈ વ્યું અઈં ઈનજી ’ભધ’ વિજ્ઞાની મોબાઈલ ફોન અને મોબાઈલ ટાવરેં તે વિજેં તા.

મોબાઈલજો વધારે વપરાશ, માડુજે મગજકે, માડુજે હાર્ટકે, પ્રજનન શક્તિકે પણ ગચ નુક્શાન કરેતો. આંકે ખબર આય કે પાંજો હૃદય ડાબી બાજુ હુએ તો અને પાંજે ખમીસજો ગુંજો પન ડાબી બાજુ હુએ તો અને પાં જડે ખીસ્સેમેં મોબાઈલ રખોં તા અને ફોન અચે તડેં ઈ ઝેરી કિરણ પાંજે હાર્ટ કે ગુઝો નુકશાન કરીએં તા?.માડુ મોબાઈલ પેન્ટજે ગુંજેમેં રખે ત એડા ઝેરી કિરણ પ્રજનન ક્ષમતાકે પ નુક્શાન કરીએં તા. વરી, ફોન કરે ટાણે ફોન કન વટેં રખણું જ પે (અગર કનમેં ખોસેજા અલગ વાયર ન હુએં તે) જુકો પણ મગજજે કોષેં કે બોરો નુકશાન કરીએં તા. મગજમેં અંદાજે ૧૦૦ અબજ કોષ હુએં તા એડો બૂઝણ ચેં તા. ત આંઈ સમજી સગધા ક નુકશાની પણ કેતરી વડી થઈ સગેતી.

ખેર મૂર મૂધેજી ગાલ ઈ આય ક વિજ્ઞાનજી શોધેં પાંકે કુરો દિનોં અઈંનો અને તેંજે ભધલે પાં વટાં કુરો કુરો ઝટે ગડોં અઈંનો. ઈન ગાલ લાય થોડા વરેં પુઠીયાં હલી ને નેરણું પોંધો. કડેં ક અસાંકે ’સિજ’ ઉગે પેહેલાં ઝીરકલીએં જા કિલબિલાટ ક મુર્ઘેજી બાંગ, કોયલજા મિઠા ટહૂકા ક રંગબેરંગી પતંગીએંજો ફૂર્ફૂરાહટ, મિંધેરેજેં વે’લી સવાર પહેલાંજી મંગલા આરતીજો પવિત્ર ઘંટારવ, ખેડુ માડુ જુત જોડીને ગડો ખણી ખેતરતેં વેંધા હુએં તેજે ઢગેંજે ગલેમેં બધલ ઘંટણીએંજો સુરીલો રણકાર, ખેડુ માડુજી ઢગેંકે હુભવારે બૂચકાર અને એડા મિડે શના શના ’હુશરા’ અસાંકે સુભુજો ઉથ્યારીંધા હુઆ ઈ મજા કેં ઝટે ગિડેં? જવાબ ગિને પહેલા અઞાં આગળ નેર્યું.

(more…)