Kutchi Maadu Rotating Header Image

ખિલો જિંધગી

ખિલો , જિંધગી આય ખિલે લા !
મિલો , જિંધગી આય મિલે લા !!
ડિસો ઉગોણી ડિસમેં નિત નિત , ઉગે વીઠો નઉં સીજ હી કેં લા ?
કૂંઢા કઢીને મિટી મિંજાનું ,બાર અચે તો બિજ હી કેં લા ? !
કચડ્યું કચડ્યું કલીયું ચેં ત્યું
ફૂલો જિંધગી આય ફૂલે લા.    ખિલો…..
છમ – છમ કઈંધા છંઢા નેર્યો છણી ભનેં તા પાલર પાણી ,
લેરૂં ડિંધા વુડંધા રેં તા , લેરેં જી કે લા કઈ લાણી ,
નચંધી નચંધી આવ અચે તી
લાવ લાવ થિઈ તરા છીલે લા ! ખિલો…..
ધરધ કિતે , ધિલધારી કિત કિત, ધુઆ કિતે કિત આય ધવા ,
કેડેં કલમ નેં કેડેં ઇલમ સેં કવિ લિખે તો ગીત નવા ,
હરેં હરેં અય !! ધિલ જ્યું બારીયું
ખુલો જિંધગી આય ખુલે લા !! ખિલો…..
: કવિ ડો. વસંતજી નાગડા
સિજ: સુરજ , કુંધા: અંકુર , લાણી : વાંટણી (ગીફ્ટ) , લાવ લાવ : ભરપુર

Leave a Reply